Mental slavery in ગુજરાતી ભાષા મા,,,
- Get link
- X
- Other Apps
માનશીક ગુલામી
માનસિક ગુલામ માતાઓ પોતાની બાળકીને સારો પતિ મળે એ માટે ગૌરીવ્રત કે જવેરાવ્રત વ્રત કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ મહિલાઓએ પોતાની પુત્રીઓને સારુ #શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નુ પ્રોત્સાહન ક્યારે નહિ આપ્યું હોય.અમુક દીકરીઓ, માતાઓ અને પરિવાર એ નથી સમજતા કે શિક્ષણ અને વિજ્ઞાન ને મહત્વ આપવાની જગ્યા એ અંધશ્રદ્ધા અને પાંખન્ડ ને મહત્વ આપવાથી દીકરી અશિક્ષિત રહી જાયે છે જેના કારણે વ્રત કરવાથી સારો પતિ મળે કે ના મળે પણ દારૂડિયો,જુગારીઓ,વ્યભિચારી અને મારઝૂડ કરતો પતિ જરૂર મળે છે..
જે દીકરીઓ વ્રત કરીને સારો પતિ મળે એવી ઈચ્છા રાખતી હોય એ ક્યારે એવી ઇચ્છા કેમ નથી રાખતી કે ગણપતિ જેવા સૂંઢાળા અને ભગવાન શંકર જેવા જટાધારી પતિ મળે અને તમારા ભગવાન ખુદ પતિના રૂપ માં તમને મળે એના થી મોટી ખુશી શુ હોઈ શકે તમારા માટે.. આજથી શરૂ થતા ગૌરીવ્રત કરનાર તમામ બાળકીઓને ભગવાન શંકર અને ગણપતિ જેવા પતિ મળે એવી તમામ મિત્રો તરફથી મંગલકામનાઓ...
આવા વ્રત કરવાથી સારો પતિ નહિ મળે પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમે મામલતદાર, કલેક્ટર, ટીચર, નર્સ , પી.આઈ, કોન્સ્ટેબલ , વિજ્ઞાનિક, પાયલોટ, બની શકશો અને તમે #સ્વતંત્ર રીતે તમારો જીવનસાથી પસંદ કરી શકશો અને તમારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો...પણ વ્રત કરવાથી માત્ર મૂર્ખ , અંધભક્ત , માનસિક ગુલામ બની શક્શો અને કોઈ દારૂડિયા ની ગુલામ બનીને માર જ ખાશો....
જાગરણ , ઉપવાસ કરવાથી સારા પતિ કે મન ચાહી મનોકામના પુરી નથી થતી પણ માનસિક ગુલામ જરૂર બનો છો અને આ અંધશ્રદ્ધા ના લીધે દિવસે દિવસે દેવાદાર , ગરીબ અને લાચાર બનતા જાઓ છો..જાગરણ કે ઉપવાસ કરવાથી શરીર ને ફાયદો જરૂર થાય છે પણ ભગવાન પ્રસન્ન નથી થતા કે કોઈ મનોકામના પૂરી નથી થતી..
ઉપવાસ , જાગરણ #વૈજ્ઞાનિક અભિગમ મુજબ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને પેટની હોજરી ને આરામ મળે છે, જાગરણ એટલા માટે કરી શકાય કે વિકટ પરિસ્થિતિમાં કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેમની સંભાળ રાખવા માટે જાગવુ પડે ત્યારે ઊંઘ ઉપર કન્ટ્રોલ કરી શકાય ...
પાંખન્ડ કે અંધશ્રદ્ધા મૂકીને શિક્ષણ અને વિજ્ઞાન ને મહત્વ આપો , વ્રત કરવાવાળી સ્ત્રીઓ પછી લાચાર જ બને અને અત્યાચાર , શોષણ સહન કરે એ ક્યારે બહાદુર #ફુલનદેવી , રણના મેદાન માં લલકારનારી ઝલકારીબાઈ , ઉદા પાસી, શિક્ષણ ની જ્યોત જગાડનાર માતા #સવિત્રીબાઈ ફૂલે ,માતા ફાતિમા શેખ, ત્યાગમુર્તિ સમર્પણ પ્રતિમા માતા #રમાબાઈ કે અહલ્યાબાઈ ક્યારે ના બની શકે....
જ્યારે તમારી દીકરીને કોઈ છોકરો જોવા આવશે ત્યારે એવુ નહી પૂછે કે તમારી દીકરીએ કેટલા #વ્રત કર્યા છે..? પણ એ જરૂર પૂછશે કે તમારી દીકરી કેટલુ #ભણેલી છે....?
#પાંખન્ડ માટે નહી પણ #શિક્ષણ માટે બાળકીઓને પ્રોત્સાહન આપો કેમ કે જે સ્ત્રીઓમાં સમજણ છે તે જ સ્ત્રીઓ #સુખી છે બાકી વર્ષો સુધી વ્રતો કરનારી સ્ત્રીઓ આજે પણ #દુઃખી
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment