public intelligence
- Get link
- X
- Other Apps
public intelligence
જાણકારી
ના ખુલ્લા સ્રોત સરમુખત્યાર સરકારો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે
1990
અને 2000ના
દાયકામાં આશા જાગી હતી કે, ઉદારતા
અને આઝાદી માટે ઈન્ટરનેટ સૌથી મોટી તાકાત હશે. જોકે, આવું થઈ શક્યું નહીં. સરમુખત્યાર
સરકારોએ ટેક્નોલોજીની મદદથી પોતાની પકડ મજબૂત બનાવી. જાણકારી ના યુદ્ધનો હથિયાર
તરીકે ઉપયોગ કરાયો. આ નિરાશા વચ્ચે જાણકારી ના ખુલ્લા સ્રોતના યુગે નવી આશા જગાડી
છે.
નવા સેન્સર, કેમેરા અને સેટેલાઈટ ધરતીના ખૂણે-ખૂણે
નજર રાખી રહ્યા છે. બુદ્ધિજીવીઓ, એક્ટિવિસ્ટ
ઓનલાઈન કમ્યુટનિટી અને સ્લેક જેવા માધ્યમોએ શોખીન લોકો અને વિશેષજ્ઞો સામે
માહિતીનો ખજાનો રજૂ કર્યો છે. ખાનગી સંસ્થાઓ અને લોકોએ ચીનની પરમાણુ મિસાઈલોના
ભંડારનો પર્દાફાશ કર્યો છે. ઉઈગરો પર અત્યાચારનો ખુલાસો પણ આ સિસ્ટમ દ્વારા જ થયો
છે. રશિયા દ્વારા મલેશિયાનું મુસાફર વિમાન તોડી પાડવાનું રહસ્ય પણ આ ઈન્ટેલિજન્સે
જ ઉઘાડું પાડ્યું છે. અનેક દેશોના ગુપ્ત મિસાઈલ કાર્યક્રમ રિસર્ચરોએ પોતાની રીતે
શોધ્યા છે.
સ્વયંસેવી સંગઠન
હ્યુમન રાઈટ્સ વોચે મ્યાંમારમાં સામુહિક જનસંહારની માહિતી સેટેલાઈટ ઈમેજ દ્વારા
પ્રાપ્ત કરી હતી. ગેરકાયદે રીતે માછલી મારનારાના જહાજોની ઓટોમેટિક ઓળખ નેનો
સેટેલાઈટ દ્વારા થાય છે. બિનવ્યવસાયિક જાસૂસોએ બાળકોના જાતિય શોષણની કડી યુરોપિયન
યુનિયનની પોલીસ એજન્સી યુરોપોલે આપી છે. હેજ ફંડ પણ પોતાની કંપનીના અધિકારીઓની
ખાનગી જેટ દ્વારા મુસાફરી પર નજર રાખે છે.
દુનિયાભરના બિન
વ્યવસાયિક લોકો આ અધિકારીઓની ગતિવિધિ પર નજર રાખીને કંપનીઓના વિલય અને અધિગ્રહણની
ભવિષ્યવાણી કરે છે. જાણકારી ના ખુલ્લા સ્રોત દ્વારા સિવિલ સોસાયટીનો આત્મવિશ્વાસ
વધ્યો છે. કાયદાનું પાલન કરતી એજન્સીઓ મજબૂત થઈ છે. બજાર અને વેપાર વધુ સક્ષમ થયો
છે. ગુપ્ત માહિતી એકઠી કરવાની ખુલ્લી સિસ્ટમ દુનિયાના સૌથી શક્તિશાળી દેશો માટે
નીચાજોણું પેદા કરી શકે છે.
શોધખોળ કરનારા ગ્રુપ
બેલિંગકેટે 2014માં
યુક્રેન પર મલેશિયાની એરલાઈન્સની ફ્લાઈટ એમએચ17ને
તોડી પાડવામાં રશિયાની ભૂમિકાનું રહસ્યોદઘાટન કર્યું હતું. તેણે રશિયાના જાસૂસો
દ્વારા ઈંગ્લેન્ડમાં 2018માં
પૂર્વ રશિયન જાસૂસ સર્જેઈ સ્ક્રિપાલની હત્યાના પ્રયાસની માહિતી પણ આપી હતી.
બેલિંગકેટના ફાઉન્ડર એલિયટ હિગિન્સ પોતાના સંગઠનને જનતાની જાસુસ એજન્સી જણાવે છે.
એટલે જ રશિયાની ગુપ્તચર એજન્સીના વડાએ તાજેતરમાં જ બેલિંગકેટ સામે મોરચો માંડ્યો
છે.
ગુપ્ત જાણકારી ના
ખુલ્લા સ્ત્રોતથી ઉદાર લોકશાહી વધુ ઈમાનદાર બનશે. નાગરિકો માત્ર પોતાની સરકારના
ભરોસે નહીં રહે. જોકે, જાણકારી
ના ખુલ્લા સ્રોતથી નુકસાન થવાની પણ કેટલાક લોકો ચેતવણી આપે છે. તેઓ તેને રાષ્ટ્રીય
સુરક્ષા માટે જોખમ પણ માને છે. તેનાથી લોકોની સ્વતંત્રતા સામે પણ જોખમ છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment