ભારત ની વાસ્તવીકતા .......
- Get link
- X
- Other Apps
અધોગતિના મૂળમાં વર્ણપ્રથા !
ભારત દેશને વર્ષો સુધી પાંગળો રાખવાનું
કામ વર્ણવ્યવસ્થાએ કરેલ છે. કર્મ આધારે પાડેલી આ વ્યવસ્થામાં ૪ વર્ણ – બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને બાકી બચી ગયા તે તમામનો
શુદ્રમાં સમાવેશ થતો હતો. પણ બાદમાં આ વ્યવસ્થા ચુસ્ત બની અને કર્મના બદલે જન્મ
આધારિત બની અને સમાજમાં હહાહાકાર મચાવી દીધો. સૌથી વધુ ખરાબ હાલત તો શુદ્રોની કરી
!
આ બધાને પોષવાનું કામ “મનુસ્મૃતિ” એ
કરેલ છે. આ એક એવી ભ્રષ્ટ પુસ્તિકા છે કે, જેના આધારે આખો
હિંદુ સમાજ ચાલતો હતો. આ પુસ્તકમાં સમાજ
કેમ ચલાવવો ? દરેક વર્ણ એ કેવી રીતે રહેવું ? શું ખાવું ? શું પીવું ? કોની સાથે લગ્ન કરવા ? કેમ યજ્ઞ કરવો ? કોને ગુલામ બનાવવા ? કોને કેટલો દંડ દેવો ? કોને શિક્ષણ આપવું ? ક્યા વર્ણ એ કેમ બોલવું ? ક્યા પશુની હિંસાથી કેટલું પુણ્ય મળે ? તેવી જાત જાતની
હજારો ફાલતુ અને મનઘડંત એવી કપોળ કલ્પિત
વાતો કરી છે. ને ધર્માંધ એટલે કે પાખંડી આને હિન્દુ ધર્મનો અને સમાજનો મોટો
આધાર માને છે. આ ધર્મ નહિ, આ અધર્મનું મૂળ છે.
તમે આ આખું પુસ્તક વાંચો તો ખબર પડે કે
આ છે શું ? આટલી હદે પક્ષપાત ? આવું કોઈ ભગવાન તો ના જ કરે. ને એ લોકોએ “મનુ” ને ભગવાન તરીકે
ચીતરીને શાસ્ત્રોમાં આવું કહ્યું છે,
એમ કરીને કોઈ જ અન્યાય કરવામાં બાકી નથી
રાખ્યું. (આવા મનઘડંત અને પોતાના ફાયદેમંદ હોય, તેવા તમામ
શાસ્ત્રોના રચયિતા એજ લોકો છે, જે આ દેશના નબળા વર્ગોના લોકોનું શોષણ
કરીને ગુલામ રાખવા માંગે છે.) સ્ત્રી અને શુદ્રોને તો મનુસ્મૃતિએ સાવ તુચ્છ કહી
દીધા છે અને પાખંડીને પૃથ્વી ઉપર સૌથી મહાન ! (તેમ છતાં આ દેશના બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સિવાયની તમામ પ્રજાતિઓ કે જે શુદ્ર વર્ણમાં
ગણવામાં આવી છે, તે તમામ લોકો હિન્દુત્વના અફીણ ઘોળીને
પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી "गर्व से कहो, हम हिन्दु
है!" ના નારા લગાવી મરવા, મારવા ઉપર આવી જાય છે અને પોતાના જ સમાજની બરબાદી નોતરી રહ્યા છે.)
મનુસ્મૃતિના થોડા શ્લોક જોઈએ –
(સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદિત)
•
લોકોની વૃદ્ધિ માટે પ્રભુએ
પોતાના મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, સાથળમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રને સર્જ્યા છે ! (હાય રે, આવો ઈશ્વર .....? આવો મારો ઈશ્વર તો નથી જ !)
• શાસ્ત્રો માત્ર પાખંડીએ ભણવા - અને
ભણાવવા. બ્રાહ્મણ સિવાય તેને કોઈએ પણ ભણવું કે ભણાવવા નહિ. (એક જ વર્ણને ઠેકો હતો, શા માટે ? પાખંડી સિવાય બાકીના દેવોના સંતાન કેમ
ન કહેવાય ?)
• બ્રાહ્મણએ પોતાના અને તેનીથી નીચેના
વર્ણની કન્યા સાથે લગ્ન કરવા, ક્ષત્રિયોએ પોતાના અને તેથી નીચેના
વર્ણની સ્ત્રીઓ સાથે, અને વૈશ્યોએ પોતાના અને તેથી નીચેના
વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરવા. જ્યારે શુદ્ર એ માત્ર શુદ્ર વર્ણની સ્ત્રી સાથે જ
લગ્ન કરવા. (એટલે બિચારા શુદ્રોની સ્ત્રીઓ સાથે બધા લગ્ન કરી શકે એટલે કુંવારા તો
શુદ્રો જ રહે ને...!) (વૈજ્ઞાનિક સંશોધનો તો એમ કહે છે કે, DNA Test આધારે ભારત દેશની તમામ સ્ત્રીઓના DNA આદિવાસીઓ સાથે મળતા આવે છે. હવે તો
સમજાય છે ને કે, મનુવાદીઓને સ્ત્રી અને શુદ્રોથી પરહેજ શા માટે છે ? "ढोल, पखाज, शूद्र, पशु और नारी ; ये सब ताडन के अधिकारी ||" તેમ છતાં ધર્મના
ઘેનમાંથી શુદ્રો બહાર આવતા નથી.)
• ત્રીસ વર્ષના પુરુષે બાર વર્ષની કન્યા
પસંદ કરવી!
• સ્ત્રીઓએ કોઈ પણ કાર્ય પોતાની રીતે
સ્વતંત્ર ના કરવું !
• પતિ સદાચાર વિનાનો હોય, પરસ્ત્રીમાં કામાસક્ત હોય, વિદ્યા થી રહિત
હોય (સાવ નઠારો હોય) તો પણ સ્ત્રીએ તેની દેવ માફક સેવા કરવી !
• સ્ત્રી અને શુદ્ર નરકની ખાણ સમાન છે !
(એમની જ વર્ણ વ્યવસ્થા મુજબ શુદ્ર સ્ત્રી સાથે સંસાર માંડ્યા પછી પણ તેમને નરકની
ખાણ કહે છે. કેટલા ઉચ્ચ વિચારો છે એ વિદ્વાનોના !) _
• હલકી જાતિનો પુરુષ ઉપરના વર્ણની કન્યાને
સેવે તો તેનો તત્કાલ વધ કરવો !
• વ્યભિચાર (સ્ત્રી સાથે અય્યાશી) જો
બ્રાહ્મણ કરે તો તેનું માત્ર માથું મુંડાવી નાંખવું પણ અન્ય કોઈ વર્ણના કરે તો
તેને દેહાંત દંડની સજા કરવી ! (શા માટે, ભાઈ ?)
• બ્રાહ્મણ ગમે તેટલા પાપમાં ડૂબ્યો હોય, તો પણ તેને દેહાંત દંડના જ કરવો ! (પોતે જ શાસ્ત્રોનો રચનાર છે એટલે
ને ?)
• પુરુષોએ સ્ત્રીઓને દિવસ રાત અસ્વતંત્ર જ
રાખવી. સ્ત્રી કદી પણ સ્વતંત્ર ન થઇ શકે ! (સ્ત્રીને તો ભોગ વિલાસ અને મજુર તરીકે
ગણી છે !)
• પતિ પ્રમાદી હોય, ગાંડો હોય, રોગી હોય; તો પણ જે સ્ત્રી તેની આજ્ઞામાં ના રહે, તો તે સ્ત્રીના
ઘરેણાં વિગેરે છીનવીને ત્રણ મહિના સુધી ત્યાગી દેવી ! (એટલે બીજીને ભોગવી શકાય, વેઠ કરાવી શકાય !)
• બ્રાહ્મણને મારવા માટે માત્ર કોઈ વસ્તુ
ઉગામી હોય તો પણ સો વર્ષ સુધી નરકમાં રહેવું પડે અને હત્યા કરી હોય તો હજાર વર્ષ
સુધી નરક ભોગવવું પડે.(બીજાને માટે કાંઈ નહિ, છે ને અદ્ભૂત
વ્યવસ્થા !)
• માછલીના માંસ થી ૨ મહિના, હરણના માંસ થી ૩ મહિના, ઘેટાના માંસ થી
૪ મહિના, પક્ષીના માંસ થી ૫ મહિના, બકરાના માંસ થી ૬ મહિના, મૃગના માંસ થી ૮
મહિના,
સસલા અને કાચબાના માંસથી ૧૧ માસ સુધી પિતૃઓને
તૃપ્તિ રહે છે ! (હવે તેમાં ફેરફાર થઈને શાકાહારી ચીજ વસ્તુઓ જેમાં ફળફળાદિ અને
સૂકા મેવા તથા મિઠાઈનો સમાવેશ કરવામાં આવેલ છે !)
• શૂદ્રોને શિક્ષાનો કોઈ અધિકાર નથી. જે
બ્રાહ્મણ શુદ્રને ધર્મનો ઉપદેશ આપે છે, તે શુદ્રની સાથે
અસંવૃત નામના નરકમાં ડૂબે છે ! (એ નરક ક્યાં છે ? તેની શું
વિશેષતાઓ છે, તે શોધવું પડશે !)
• યજ્ઞ માટે માંસ ખાવું એ દેવ વિધિ છે.
બ્રહ્માએ પશુઓને યજ્ઞ માટે જ સર્જ્યા છે, આથી આ વધ વધ નથી. આ પશુઓ ઉતમ ગતિ પામે છે !(હવે તેમાં ફેરફાર થઈને
લક્ષ્મી, ઝવેરાત ખાઈ શકય અને વધારામાં ફળફળાદિ, સૂકા મેવા તથા
કપડાનો સમાવેશ કરવામાં આવેલ છે !)
• વિધવા સ્ત્રીએ પર પુરુષનું નામ પણ ના
લેવું અને આજીવન બ્રહ્મચર્ય પાળવું. (પણ કોઈ વિધુર પુરુષે આવું કરવાની જરૂર નથી, એ બીજા લગ્ન કરી, મોજમઝા કરી શકે !)
• જો શુદ્રોએ સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય
તો બ્રાહ્મણની જ સેવા કરવી।(અમુક લોકોએ સેંકડો વર્ષોથી આવી સેવાઓ તન, મન અને ધનથી કરી જ છે દા.ત. સ્ત્રી. તેમ છતાં તેમને સ્વર્ગ તો દૂર, તેમનો ઉધ્ધાર પણ નથી થયો !)
• શુદ્રોએ ધન સંગ્રહ ના કરવો, અને બ્રાહ્મણ ધારે તો પોતાની કપરી સ્થિતિમાં શુદ્રોનું ધન તેને
પૂછ્યા વિના જ લઇ શકે !(પછી કોઈ શુદ્ર બે પાંદડે
થાય, એવો પ્રશ્ન જ અસ્થાને છે.)
• તમામ વર્ણોએ દાન તો માત્ર ને માત્ર બ્રાહ્મણને જ આપવું, તો જ તેમની પણ સમૃદ્ધિ વધશે ! (અહીં પાખંડી
સિવાયના લોકો, કઈ રીતે પાખંડી કરતાં પણ વધુ સમૃદ્ધ
થયા,
એ સંશોધનનો વિષય છે.)
(આ તો માત્ર ટ્રેઇલર જ છે. આખી
મનુસ્મૃતિ આવી જ ભ્રષ્ટ વાતોથી જ ભરપુર છે !)
આટલા શ્લોકો જોતાં જ લાગે કે, પૂરે પૂરો પક્ષપાત છે. સ્ત્રી અને શુદ્રોની તો કોઈ કિંમત જ નહિ.
(ખાલી ભોગવવાનું સાધન અને વસ્તુ ગણીને ઉપયોગ કરો એવું ???) (અપમાન ... અપમાન) આ સંસ્કૃતિ ? આવો સમાજ ?
... અને આ જ મનુસ્મૃતિના આધારે ભારતમાં
હજારો વર્ષો સુધી ન્યાયની પ્રક્રિયા ચાલતી,
એટલે ઘોર અન્યાય સિવાય બીજું આ કંઈ જ નથી.
આ ધર્મ શાસ્ત્ર નહિ, અધર્મ શાસ્ત્ર છે અને તેને લખનારા અને પાલન કરાવનારા અધર્મીઓ કહી
શકાય,
બીજું તો શું ?
આખી મનુસ્મૃતિમાં એક વર્ગનો દબ દબો છે
અને સમયે સમયે તેમાં વધુ ને વધુ શ્લોકો ઉમેરીને એક જ વર્ગનો પ્રભાવ રહે, તેવી વ્યવસ્થા ચાલુ રાખી છે. ક્ષત્રિયોને બ્રાહ્મણ વર્ગના રક્ષક
કહ્યા છે. વૈશ્યોને વેપાર વાણિજ્યનો કારોબાર સંભાળી ક્ષત્રિયો તથા પાખંડીને મદદરૂપ
થવું. એટલે આ ૩ વર્ગનો જ પ્રભાવ ! બાકી બધા તો ઝીંદગી ખાલી જીવવા ખાતર જીવે.
જુદા જુદા વર્ણના સ્ત્રી-પુરુષથી
ઉત્પન્ન થતા સંતાનોને વર્ણસંકર કહેવાતા અને તેઓ વિવિધ કામ કરતા જેમ કે, કડીયા કામ, કુંભારી કામ, દરજી કામ, શિલ્પ કળા અને તેમાંથી જ તેના કામ થી જ
પછી વિવિધ જ્ઞાતિઓ પેદા થતી થઈ ને શુદ્રોની વસ્તી વધતી ગઈ !
આ મનુસ્મૃતિનો કાશીના ધર્માંધ આજે પણ
બચાવ કરે છે અને તેને મહાન ગણે છે. એ લોકો કઈ સદીમાં જીવતા હશે ? ને આવા ધર્માંધની વાત સાંભળી મુર્ખ લોકો પોતાની બુદ્ધિને પણ બે
કોડીની બનાવે છે. એના પગનું પાણી પીવે છે.
એવી વ્યક્તિની પૂજા કરે છે. એના કરતા તો શાસ્ત્રોના અજ્ઞાનવાળો કબીર સારો !
દરિયો ઓળંગવો એટલે પાપ ! આપણો એક પણ
માણસ ફાહિયાન કે હ્યું-એન-ત્સંગ ની જેમ વિદેશ યાત્રાએ ગયો, એવું સાંભળ્યું છે ? આપણે કોઈ મહાન દેશ ઉપર કદી આક્રમણ કરી શક્યા ? એવું કદી જોયું છે ? સિકંદર, નેપોલિયન કેટલા પેદા કર્યા આપણે ?
ને અહી ભારત ઉપર કોણ કોણ નથી આક્રમણ
કરી ગયું ? શક, હૂણ, કુષાન, ગ્રીક, ઈરાનીયન, મોન્ગોલ, તુર્ક, અફઘાન, પોર્ટુગીઝ, દાચો, અંગ્રેજ, ફ્રેન્ચ વિગેરે બધાએ આપણને હરાવ્યા. આપણે તો હંમેશા કહેતા કે, “આવો, બનાવો અમને ગુલામ” કેમ આમ
બન્યું ?
આટલી બરબાદી ઓછી છે ? કે હજુ આપણે
જ્ઞાતિ પ્રથાની ચુસ્ત વાડમાં ફરી એકતા ખોઈ બેસીએ ને ફરી કોઈ આપણને ગુલામ બનાવે ?(શુદ્રો માટે હમણાંની
ધાર્મિક તથા રાજનીતિક ગુલામી કરતાં તો બહારના લોકોની ગુલામી ઓછી કષ્ટદાયક હોય શકે, ગોરા લોકો જો ફરી આવે તો ભારતવાળા બધાને એટલે કે ચારે વર્ણોને કાળિઆ
જ કહેશેને ? જેમ આજે ઈંગ્લેન્ડ, અમેરિકા કે ઑસ્ટ્રેલિયામાં ભારતીઓની સાથે વ્યવહાર થાય છે !)
હવે તો જાગીએ. ઈતિહાસમાંથી કૈક તો
સમજીએ.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment