FUTURE OF AAM AADMI PARTY IN GUJARAT - 2 IN GUJARATI /ગુજરાત મા આમ આદમી નુ ભવીષ્ય શુ ?
- Get link
- X
- Other Apps
ગુજરાત મા આમ આદમી નુ ભવીષ્ય શુ ?
આપણે બધા છેલ્લા છએક મહીના થી જોઇ રહ્યા છીએ કે આપ પાર્ટી ની રાજકીય પ્રવ્રુતી ગુજરાત મા ખુબજ સારી થઇ રહી છે. અને પ્રજા પણ આપ ને સપોર્ટ કરશે એવો માહોલ બનાવાઇ રહ્યો છે. તમને લાગશે કે માહોલ બનાવાઇ રહ્યો છે.એટલે શુ ? તો જવાબ છે. હા માહોલ બની રહ્યો નથી પણ બનાવાઇ રહ્યો છે. કારણ કે આમ આદમી પાર્ટી ના રાજકીય નીષ્ણાતો ની ટીમ ને પણ ખબર છે. કે આપણે બે થી વધારે સીટ જીતી રહ્યા નથી. અને કેમ બે થી વધારે સીટ જીતી શકાય એમ નથી એના કારણો ની પણ ખબર છે.
લોકો બે પ્રકાર ના હોય છે. એક એવા પ્રકાર ના હોય છે. જે કોઇ પણ બાબત નુ મુલ્યાંકન પોતાની તર્ક બુદ્ધી થી કરે છે,અને બીજા પ્રકાર ના લોકો પવન સાથે ચાલવા વાળા હોય છે. જેને સત્ય શુ ? પોતાના હીતો શુ ? જેવી મહત્વની બાબતો થી કોઇ જ ફરક પડતો નથી. હાલમા જે માહોલ બનાવાઇ રહ્યો છે. એના માટે આપ પાર્ટી ખુબજ વ્યવસ્થીત રીતે ઉપરોક્ત બીજા પ્રકાર ના લોકો જે ચાલતી ગાડીએ ચડવા વાળા છે. એમનુ બ્રેઇન વોશ કરી પાર્ટી વીશે સારી વાત કરી માહોલ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
હુ એક તટસ્થ લેખક તરીકે આમ આદમી ના કાર્યકરો અને રાજકીય નેતા ઓ ને એક થી બે મુખ્ય પ્રશ્ન કરવા માગુ છુ. જે આ મુજબ છે.
વર્ષ - ૨૦૧૪ ની મનમોહન સિંહ ની સરકાર ને સતા માથી ઉતારવામા જે માણસ નો મુખ્ય હાથ છે. એ માણશ એટલે અન્ના હજારે... બરાબર ને . આજે આપણે વર્ષ - ૨૦૨૧ મા જીવીએ છીએ. વર્ષ - ૨૦૧૪ અને એના પેલા અન્નાહજારે એ જે મુવમેંટ ચલાવી એમાથી બે દીકરી નો જનમ થયો. એક દીલ્હી મા કેજરીવાલ ની સરકાર બની બીજી કેંદ્ર મા ભાજપ ની સરકાર બની.
હવે પ્રશ્ન એ છે કે વર્ષ - ૨૦૧૪ થી - ૨૦૨૧ સુધીમા લગભગ ઘણા બધા એવા બનાવો બન્યા જેમા શ્રીમાન એજંટ અન્નાહજારે એ અવાજ ઉઠાવવો જોઇતો હતો. પણ એ માણસ એજંટ હતો એ એણે ખુદ સાબીત કરી આપ્યુ.
હવે વીચારવા નુ એ રહ્યુ કે અન્ના મુવમેંટ ની દીકરી એવી કેજરીવાલ સરકારે ૨૦૧૪ થી લઇને ૨૦૨૧ સુધી મા મુખ્યમંત્રી પદપર હોવા છતા કેંદ્ર સામે. આંદોલન કરયા. ભાજપ ની વીરુદ્ધ મા ઘણુ બધુ કહ્યુ. પણ એમના એજંટ પપ્પા શ્રી અન્ના હજારે વીરુદ્ધ એક પણ નીવેદન ના આપ્યુ. કેમ ? એમની મુખ્ય માગણી એવી લોકપાલ ની નીમણુક થઇ નથી. લોકડાઉન મા લોકો ખુબજ ખરાબ રીતે હેરાન થયા આવુ આપ પાર્ટી નુ કહેવુ છે. નોટબંધી બહુ મોટુ કૌભાંડ છે. એવુ પણ એજંટ પપ્પા ની લાડકી દીકરી એવી કેજરીવાલની સરકારે ખુબ ગાઇ વગાડી કહ્યુ. પણ એક વખત પણ કહેવા ખાતર પણ એજંટ પપ્પાને ના કહ્યુ કે એજંટ પપ્પા જે લોકો ના ખભ્ભા ઉપર તમે મુવમેંટ ચલાવી એ પ્રજા ના હીત મા તમારે ફરી આંદોલન કરવા જોઇએ.
આ બાબતો વીચારતા એક તટસ્થ નાગરીક તરીકે હુ ચોક્કસ કહુ છુ કે ગુજરાત મા જે માહોલ બનાવાઇ રહ્યો છે. તે પ્રજા ને ગેરમાર્ગે દોરવા બનાવાઇ રહ્યો છે. કારણ કે જે ભાજપ ને આપ વાળા વોશીંગ મશીન કહેતા હતા એજ આપ પાર્ટી એ સુરેંદ્રનગર ના વઢવાણ મા કોંગ્રેશ ના ભર્સ્ટાચારી નેતા ઓને પાર્ટીમા સમાવ્યા. આને શુ કહેશો ?
આમ આદમી પાર્ટી નુ ગુજરાત મા ભવીષ્ય - ૩ ખુબજ ટુંક સમય મા લખી રહ્યો છુ.જેના મુખ્ય મુદ્દા મા
ભાજપ અને કોંગ્રેશ ના ભ્રસ્ટ નેતા આપ પાર્ટી મા... એના વીશે..નામ સાથે ...લખવામા આવશે...
આ લેખ તમને ગમે તો લાઇક કરજો...શેર કરજો....
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment